મોરબીમાં ભૂગર્ભ ગટરના ઢાંકણ ચોરતો શખ્સ cctvમાં કેદ મોરબી : મોરબી શહેરમાં ભૂગર્ભ ગટર છલકાવાની સમસ્યા વચ્ચે ભૂગર્ભ ગટરના લોખંડના મજબૂત ઢાંકણ ચોરાઈ જતા હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે અને શનાળા રોડ ઉપર સિફતપૂર્વક ગટરનું ઢાંકણ ચોરતો શખ્સ કેમેરામાં કેદ થઈ ગયો છે. મોરબીમાં ખુલ્લી ગટરની સમસ્યા પાછળ ચોક્કસ તસ્કર ટોળકીનો હાથ હોવાની ચોકાવનારો ખુલાસો cctv ફૂટેજમાં થયો છે. જેમાં શનાળા રોડ ઉપર સરદાર બાગ સામે પેટ્રોલપમ્પ પાસે વહેલી સવારે એક ચબરાક તસ્કર ચાલાકીથી ગટરનું મજબૂત અને વજનદાર લોખંડનું ઢાંકણ ચોરી ભાગતો નજરે પડે છે. વધુમાં મોરબી શહેરમાં વારંવાર ભૂગર્ભ ગટર છલકાવાની સમસ્યા જોતા નગરપાલિકા તંત્ર દ્વારા સમસ્યાના મૂળ સુધી પહોંચવા પ્રયાસ શરૂ કર્યા છે જેમાં જે - જે વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ઢાંકણ ન હોય ત્યાં કચરો સીધો જ ગટરમાં જતો હોય ગટર બ્લોક થતી હોય આવા પોઇન્ટ ખાસ ધ્યાનમાં લીધા હતા. https://youtu.be/iYo9IOKsFQE જે અન્વયે શનાળા રોડ ઉપર સરદાર બાગ સામે પણ ગટરનું ઢાંકણ ખુલ્લું રહેતું હોય લોખંડનું મજબૂત નવું ઢાંકણ નાખવામાં આવ્યું હતું પણ આ ઢાંકણ ચોરાઈ જતા નગરપાલિકા તંત્ર ચોકયું હતું અને cctv ફૂટેજ ચેક કરતા પાલિકા તંત્ર ચોકી ગયું હતું. આ મામલે નગરપાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરાએ જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટર છલકાવાની સમસ્યામાં આવા કારણો પણ જવાબદાર છે, આવી ઘટનાઓ બનતી અટકાવવા લોકો પણ જાગૃત બને અને આવા તત્વોને ઝેર કરવા પાલિકાને માહિતગાર કરવા પણ તેમને અંતમાં અનુરોધ કર્યો હતો. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en