જૈન સમાજના ધોરણ 3 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવા 10 થી 15 ફૂલસ્કેપ બુક અને 5 બોલપેનનો સેટ અપાયોમોરબી: તાજેતરમાં સ્કૂલ અને કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, ત્યારે મોંઘા ભાવના ચોપડા તથા બોલપેન વગેરે સ્ટેશનરી ખરીદવી સામાન્ય પરિવારો માટે મુશ્કેલ બનતી હોય છે. લોકોની આ મજબૂરીને ધ્યાનમાં રાખીને મોરબી સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા ગત તારીખ 11, ગુરુવારના રોજ માર્કેટ યાર્ડમાં આવેલ મહાવીર ટ્રેડિંગ ખાતેથી સમસ્ત મોરબીના જૈન સમાજના 400 જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ વિતરણ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 3 થી લઈને કોલેજ અને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમના ધોરણ મુજબ 10 થી 15 ફુલસ્કેપ નોટબુક તથા 5 બોલપેનનો સેટ વિનામૂલ્યે આપવામાં આવ્યો હતો.મંડળની અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ:જૈન સમાજના દાતાઓના સહયોગથી મંડળ દ્વારા દર 2 વર્ષે આ પ્રકારે નોટબુક અને બોલપેનનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત મંડળ દ્વારા સાધુ-સાધ્વીજી અને મહાસતીજીઓ મોરબીની આસપાસ 30 કિ.મી. સુધીના વિસ્તારમાં વિહાર કરતા હોય ત્યારે તેમના માટે ગોચરી, પાણી, દવા અને મેડિકલ ચેકઅપની વ્યવસ્થા સહિતની વૈયાવચ ચાલુ છે. આ ઉપરાંત પર્યુષણ પર્વ બાદ દર વર્ષે સ્વામીવાત્સલ્ય સંઘ જમણનું આયોજન અને વર્ષ દરમિયાન યોજાતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને અનુષ્ઠાનોમાં સેવા પ્રદાન કરવામાં આવે છે. કાર્યક્રમને સફળ બનાવનાર સભ્યો:આ નોટબુક વિતરણના કાર્યને સફળ બનાવવા અને સુચારુ વ્યવસ્થા જાળવવા માટે મંડળના પ્રમુખ મનોજભાઈ દેસાઈ, મંત્રી રાજુભાઈ ગાંધી, તેમજ જીતુભાઈ સંઘવી, સુનિલભાઈ, સુધીરભાઈ, દેવેન્દ્રભાઈ, સમીરભાઈ અને ગૌતમભાઈ સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #JainSamajMorbi #NotebookDistribution #FreeEducationKit #MorbiNews #SocialService #Gujarat