બોર્ડના પરિક્ષાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી મોરબી : ABVP મોરબી દ્વારા ધોરણ 10 અને 12ના પરિક્ષાર્થીઓના માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવી છે. આ વિધાર્થીઓને બોર્ડની પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ થશે તો ABVP હેલ્પલાઇન મારફત મદદરૂપ થશે. ત્યારે ABVP બોર્ડના વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આવતીકાલે તા.5 માર્ચથી શરૂ થઈ રહેલ ધો.10, 12 ની બોર્ડની પરીક્ષામાં ખાસ વિધાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે ABVP મોરબી દ્વારા સ્થાનિક પ્રતિનિધિઓના સંપર્ક રૂપે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પરીક્ષાની રસીદ નંબર, કોઈ સ્થળથી અજાણ, ઉપરાંત અન્ય કોઈ પણ માહિતી માટે સંપર્ક કરવા જણાવ્યું છે. જ્યારે બોર્ડની પરીક્ષાને કારણે વિધાર્થીઓ ચિંતામાં આવી જતા હોય છે, પેપરના ડરથી ભૂતકાળમાં પણ ઘણા વિદ્યાર્થીઓ ન ભરવાના પગલાં ભરે છે. તેથી, ABVP મોરબી દ્વારા વિધાર્થીઓને મદદરૂપ થવા માટે આ હેલ્પલાઇન જાહેર કરીને 10 અને 12 ના તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપવામાં આવી છે. ABVP મોરબી નગર મંત્રી મંદિપસિંહ ઝાલા (સંપર્ક-75675 06810) જણાવે છે કે પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીને કોઈપણ મુશ્કેલી હોય ABVP ના પ્રતિનિધિઓ સંદિપસિંહ જાડેજા 83472 99946, વિશ્વરાજસિંહ જાડેજા 83069 14014, વીનેશભાઈ રાઠોડ 94096 70549, આર્યનભાઈ ત્રિવેદી 82381 38566, દિવ્યરાજસિંહ જાડેજા 95740 81817, અજયભાઈ પિત્રોડા 83479 61606 ઉપર સંપર્ક કરવા વિધાર્થીઓને અનુરોધ કરાયો છે.