મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલ 5 માર્ચથી ધો.10.12ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો હતો ત્યારે આજે મોરબી જિલ્લાના તમામ નિર્ધારિત પરીક્ષા સ્થળોમાં ધો.12 સામાન્ય પ્રવાહની બીજા આકડાશાસ્ત્રના પેપરની પરીક્ષા લેવાય હતી.આ બીજા પેપરમાં આજે કુલ નોંધાયેલા 5440 વિધાર્થીઓમાંથી 5399 વિધાર્થીઓએ હાજર રહીને પરીક્ષા આપી હતી.જ્યારે 41 વિધાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.