મોરબી: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ રહેલી ધોરણ 10ની પરીક્ષામાં આજે અંગ્રેજી વિષયનું પેપર લેવામાં આવ્યું હતું. આ પેપર અંગે સાર્થક વિદ્યામંદિરના શિક્ષિકા આરતીબેન ધામેચાએ જણાવ્યું હતું કે, એકંદરે અંગ્રેજીનું પેપર મધ્યમ કહી શકાય તેમ હતું. વિદ્યાર્થીઓને અંદાજિત 8 થી 10 માર્કનું પેપર થોડું અઘરું લાગ્યું હોઈ શકે છે.વિભાગવાર પેપરનું એનાલિસિસ: • વિભાગ A: આ વિભાગમાં બે થી ત્રણ માર્કના પ્રશ્નો સીધી રીતે પૂછવાને બદલે ફેરવીને પૂછવામાં આવ્યા હતા, જે વિદ્યાર્થીઓ માટે થોડા પડકારજનક રહ્યા હતા. • વિભાગ B: આ વિભાગમાં વિદ્યાર્થીઓને 3 માર્કસના પ્રશ્નોમાં મુશ્કેલી પડી હોવાનું જણાય છે. • વિભાગ C: પેરેગ્રાફ બ્લેન્ક્સના 3 ગુણ અને નિઅરેસ્ટ મિનિંગના 1 ગુણના પ્રશ્નો અઘરા હતા, જ્યારે અન્ય પ્રશ્નો સરળ રહ્યા હતા. • વિભાગ D: આ વિભાગ મધ્યમ રહ્યો હતો, જોકે 3 ગુણનો એક પ્રશ્ન એવો હતો જેમાં વિદ્યાર્થીઓએ વધુ વિચારવું પડ્યું હતું. • વિભાગ E: લેખન વિભાગ એટલે કે વિભાગ E ઘણો સરળ રહ્યો હતો. તેમાં પાઠ્યપુસ્તક આધારિત નિબંધો અને ઈમેલ રાઈટિંગ પૂછાતા વિદ્યાર્થીઓને રાહત થઈ હતી.સમગ્ર રીતે જોતા, હોશિયાર વિદ્યાર્થીઓ માટે આ પેપર સ્કોરિંગ સાબિત થઈ શકે છે, પરંતુ સરેરાશ વિદ્યાર્થીઓ માટે પેપર થોડું વિચાર માંગી લે તેવું રહ્યું હતું.#MorbiUpdate #EducationNews #BoardExam2026 #EnglishPaperAnalysis #MorbiEducation #SarthakVidhyamandir #StudentLife #GujaratBoard