રક્ષાબંધનમાં 28 એક્સ્ટ્રા ટ્રીપથી 3.11 લાખ જ્યારે જન્માષ્ટમીમાં 8 ટ્રીપથી 52,500 રૂપિયાની વધારાની આવક નોંધાઈમોરબી અપડેટ: મોરબી એસટી ડેપો દ્વારા મુસાફરોની સુવિધા માટે તહેવારોમાં ખાસ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. સામાન્ય દિવસોમાં મોરબી એસટીની દૈનિક આવક અંદાજિત 3,80,000 રૂપિયાની આસપાસ થતી હોય છે. પરંતુ હાલ રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારોના ધસારાને પગલે વધારાની ટ્રીપો દોડાવવામાં આવતા એસટી વિભાગને લાખો રૂપિયાની માતબર વધારાની આવક થઈ રહી છે.રક્ષાબંધનના તહેવારમાં મુસાફરોના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને મોરબીથી દાહોદ, રાજકોટ અને દ્વારકા તરફ 26 ઓગસ્ટ 2026 થી 30 ઓગસ્ટ 2026 સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ દિવસો દરમિયાન કુલ 28 જેટલી ફૂલ એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવી હતી. જેના થકી મોરબી એસટી ડેપોને આશરે 3,11,000 રૂપિયાની વધારાની આવક થઈ હતી.તેવી જ રીતે, જન્માષ્ટમીના તહેવાર માટે પણ મુસાફરોના ધસારાને પહોંચી વળવા એસટી વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. નાગ પાંચમ એટલે કે તારીખ 01 સપ્ટેમ્બરના રોજ દાહોદથી મોરબી માટે 1 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ તારીખ 02 સપ્ટેમ્બરથી રાજકોટ, જામનગર અને અમદાવાદ તરફ 2 દિવસ માટે એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન છે. જે અંતર્ગત તારીખ 02/09/2026 ના રોજ કુલ 8 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવી હતી, જેનાથી એસટી વિભાગને આશરે 52,500 રૂપિયાની વધારાની આવક પ્રાપ્ત થઈ છે.#MorbiUpdate #MorbiSTDepot #GSRTC #RakshaBandhan #Janmashtami #ExtraBus #MorbiNews #Morbi