મોરબી ડેપોની બસોને રાત્રી રોકાણ બસ સ્ટેન્ડમાં કરવા આદેશ મોરબી : આજે ભારત બંધન પગલે ઠેર ઠેર વિરોધ પ્રદશન થઇ રહ્યા છે ત્યારે ધ્રાંગધ્રા નજીક એક એસટી બસને સળગાવી દીધાની ઘટના બાદ હળવદ અને ધ્રાંગધા રૂટ તરફ જતી અંદાજે 50 જેટલી એસટી બસોને મોરબી ડેપોમાં સલામતીના ભાગ રૂપે થંભાવી દેવામાં આવી છે. આ અંગે મોરબી ડેપો મેનેજર કરમટાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં બંધ દરમિયાન કોઈ પણ જગ્યાએ એસટી બસને નુકસાની થવાના બનાવો બન્યા નથી પરંતુ ધ્રાંગધ્રા નજીક એક એસટી બસને સળગાવી દીધાની ઘટના બાદ ઉપરથી મળેલા આદેશ મુજબ હાલ મોરબીથી હળવદ અને ધ્રાંગધા રૂટ તરફ જતી અંદાજે 50 જેટલી એસટી બસોને મોરબી ડેપોમાં સલામતીના ભાગ રૂપે થંભાવી દેવામાં આવી છે. જેમાં મોરબીથી ઉપડતી ધ્રાંગધ્રા રૂટની કેન્સલ કરાયેલા 30 રૂટનો પણ સમાવેશ થાય છે. તેમેજ સલામતીના ભાગ રૂપે મોરબી ડેપોના તમામ બસોને ગ્રામ્ય વિસ્તારમાં રાત્રી રોકાણ ન કરવાના આદેશો આપવામાં આવ્યા છે.