મોરબી : મોરબીના શોભેશ્વર મહાદેવના આજે શ્રાવણ માસના અંતિમ દિવસે અમાસના રોજ વિવિધ ફુલોનો અદભુત શ્રુગાંર કરવામાં આવ્યો હતો.બાદમાં ભગવાન શિવની મહાપૂજા કરવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડીને ભગવાન શિવના દર્શનનો શ્રધ્ધાભેર લાભ લીધો હતો. મોરબીના સામાકાંઠે આવેલ રાજાશાહી વખતના શોભેશ્વર મહાદેવ મંદિર પ્રત્યે સમગ્ર મોરબીવાસીઓને અપાર શ્રદ્ધા છે.આથી શ્રાવણ માસમાં શોભેશ્વર મંદિરે શિવભક્તિ ભારે અહલેક જાગે છે.આખો શ્રાવણ માસ આ શિવાલયમાં ભક્તોના હરહર મહાદેવનો નાદ ગુંજે છે.આ વખતે શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં લોકોએ નિયમિત શોભેશ્વર મંદિરે દર્શને જઈને ભગવાન શિવની આરાધના કરી હતી.જ્યારે શ્રાવણ માસમાં સમયાંતરે શોભેશ્વર મહાદેવને જુદાજુદા શણગાર કરવામાં આવ્યા હતા જ્યારે આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ અમાસના રોજ શોભેશ્વર મહાદેવને વિવિધ ફુલોનો અદભુત શ્રુગાંર કરવામાં આવ્યો હતો અને મંદિરના મહંત જીજ્ઞેશપરી દ્વારા મહાપૂજા કરવામાં આવી હતી.જેનો મોટી સંખ્યામાં લોકોએ શ્રધ્ધાભેર લાભ લઈને ધન્યતા અનુભવી હતી.