મોરબી : મોરબી સ્થિત નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં આજે સ્પોર્ટ્સ ડે નું આયોજન કરાયું હતું. આ રમતોત્સવમાં હિરલબેન વ્યાસ (DyDO) તથા રેખાબેન બારૈયા (મહિલા હેડ કોન્સ્ટેબલ) એ ઉપસ્થિત રહી રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમજ જીવનમાં સ્પોર્ટ્સનું મહત્વ સમજાવ્યું હતું. વિદ્યાર્થીઓએ જુદી-જુદી રમતોમાં જુસ્સા સાથે ભાગ લીધો હતો. સ્પોર્ટસ ડેનું સંચાલન સ્પોર્ટસ ટીચર ધાનીબેન ઓડેદરાએ કર્યું હતું. આ તકે સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા તેમજ મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડિયાએ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સ્પોર્ટ્સ ડેને સફળ બનાવવા કોલેજ સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.