મોરબી : સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અંતર્ગત ટેલેન્ટ આઇડેન્ટીફીકેશન દ્વારા પ્રતિભાશાળી(યંગ ટેલેન્ટ) ખેલાડીઓની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે આગામી તા.૨૭/૧૧/૨૦૧૮ના રોજ જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ખેલમહાકુંભ- ૨૦૧૮માં તાલુકા કક્ષાની અં-૯ તથા અં-૧૧ની ઇવેન્ટમાં ક્રમ (૧) થી (૮) માં પસંદગી પામેલ તા.૦૧/૦૧/૨૦૦૮ પછી જન્મેલા તમામ ભાઇઓ તથા બહેનો માટે તા:-૨૭/૧૧/૨૦૧૮ ના રોજ સવારે ૮:૦૦ કલાકે પ્રાથમીક શાળા હળબટીયાડી મુ. હળબટીયાડી તા.ટંકારા જિ.મોરબી, મોરબી રાજકોટ હાઇવે રોડ ખાતે બેટરી ટેસ્ટમાં ભાગ લઇ શકશે. યોજના વિશેની વધુ માહિતી માટે એમ.એ.દેત્રોજા મો:- ૮૩૨૦૫૬૬૬૭૫ તેમજ સીનીયર કોચશ્રીની કચેરીનો સંપર્ક કરવા સિનીયર કોચ જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબીની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.