ખેલ મહાકુંભ-૨૦૧૭માં રાજ્યકક્ષાએ જીત મેળવ્યા બાદ હવે મોરબી જિલ્લો રાષ્ટ્રીયકક્ષાએ મોરબી:ખેલ મહાકુંભની જુદી-જુદી સ્પર્ધામાં મેદાન મારનાર મોરબી જિલ્લાના ખેલાડીઓ હવે રાષ્ટ્રિયકક્ષાએ છવાઈ જશે. ડોઝબોલ સ્પર્ધામાં વાંકાનેરની એક સાથે ચાર-ચાર વિદ્યાર્થીનીઓની રાષ્ટ્રિયકક્ષાએ પસંદગી થવા પામી છે. ડોઝ બોલ અંડર-૧૯ શાળાકીય ૨૦૧૭ એસ.એમ.પી.હાઈસ્કૂલ સિંધાવદર વાંકાનેરની બહેનોની ટીમમાંથી માણસીયા માસુરા વાય.ની નેશનલ ટીમ માં પસંદગી થઈ છે. જ્યારે અંડર-૧૭ ડોઝ બોલ માં એસ.એમ.પી. હાઈસ્કૂલ સિંધાવદર ની ગર્લ્સ ટીમ સમગ્ર રાજ્યમાં ચેમ્પિયન થઈ અને તેમાંથી 3 ખેલાડી નેશનલ ટીમ માં પસંદગી પામ્યા છે જેમાં શેરસિયા અલફિયાઝ,શેરસિયા સુરૈયા,કડીવાર મોહીનાની પસંદગી થઈ છે. આમ,એસ.એમ.પી.હાઈસ્કૂલ સિંધાવદર,વાંકાનેર ની કુલ ૪ ગર્લ્સ પ્લેયર્સ નેશનલ ટીમ માં પસંદ થતા વાંકાનેર તાલુકાનું અને મોરબી જિલ્લાનું ગૌરવ વધ્યું છે.