મોરબી : વધતા શહેરીકરણને કારણે છાપરા- નળીયા વાળા ઘરની જગ્યાએ ફ્લેટ સિસ્ટમ અપનાવાતા ચકલીઓ અદ્રશ્ય થઈ રહી છે. આ એક એવું પક્ષી છે જેને માળો બનાવતા આવડતું નથી. નળીયા વાળા મકાનના નેવામાં, ઓસરીના પીઢિયા પર કે દીવાલ પર લાગેલા ફોટા પાછળ જેમતેમ તણખલા ગોઠવીને ચકલી તેનું રહેઠાણ બનાવતી આવી છે. પણ હવે એવા મકાનો નથી રહ્યા કે જ્યાં ચકલીઓ આશરો મેળવી શકે. લુપ્ત થતી જતી ચકલીઓને બચાવવા વિશ્વ ચકલી દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે ચકલી નામના પક્ષીની પ્રજાતિને બચાવવા માટેના પ્રયાસો થાય છે અને લોકોમાં ખાસ કરીને બાળકોમાં આ અંગે જાગૃતિ આવે તેવા આયોજનો થાય છે. આવા જ એક આયોજનના ભાગ રૂપે ચકલી દિવસ અંતર્ગત મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપ ખાતે ફર્સ્ટ ક્લિમ્બ પ્રી સ્કૂલના પંદર ભૂલકાઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ, કોરુંગેટ કાર્ટન (પૂંઠાના બોક્ષ) તેમજ અન્ય સામગ્રીમાંથી ચકલીઓ માટે માળા બનાવ્યા હતા. આ માળાઓને ઉમા ટાઉનશીપમાં વિવિધ જગ્યાઓ પર બાળકોને સાથે રાખીને લગાડવામાં આવ્યા હતા. માળામાં તેમજ આસપાસ પાણી તેમજ ચણ માટેના પાત્રો મુકવામાં આવ્યા હતા. દરેક ભૂલકાઓને પોતાના વાલીઓ સાથે દરરોજ અહીં આવીને પાણી તથા ચણ મુકવા માટે પ્રેરિત કરવામાં આવ્યા છે. મુકેલા માળાની વ્યવસ્થાને કારણે આશરે પંદરસો ચકલીઓ અહીં વસવાટ કરવા આવે તેવી આશા સેવવામાં આવી રહી છે. બાળકોના આ પ્રયાસમાં મોટેરાઓ પણ જો પોતાની ભાગીદારી નોંધાવે અને થોડો પણ પ્રયાસ કરે તો આવનારા દિવસોમાં ચકલીઓની ચીં.. ચીં.. થી વાતાવરણ ચહેકતું થઈ જશે એમાં કોઈ શંકા નથી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news