કાલે મંગળવારે સાંજે 7 કલાકે SP રોડથી જેતપર સુધી કાર રેલી યોજાશે, ખેડૂતોને સમર્થન આપવા અપીલમોરબી : મોરબી જિલ્લાના જેતપર ગામમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને ઠેર-ઠેરથી સમર્થન મળી રહ્યું છે, ત્યારે હવે મોરબીના SP રોડ સંગઠન દ્વારા પણ ખેડૂતોની પડખે ઊભા રહીને એક 'સ્વયંભૂ કાર રેલી' નું આયોજન કરવામાં આવ્યું છે.SP રોડ મોરબી સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, જેતપરના ખેડૂત ભાઈઓને સમર્થન અને એકતાનો સંદેશ આપવા માટે આવતીકાલે તારીખ 30/06/2026 ને મંગળવારના રોજ સાંજે 7 કલાકે આ કાર રેલી યોજવામાં આવશે. આ કાર રેલીનું પ્રસ્થાન મોરબીના SP રોડથી થશે અને તેનું સમાપન જેતપર ખાતેના ખેડૂત આંદોલન સ્થળે થશે. SP રોડ સંગઠન મોરબી દ્વારા વિસ્તારના તમામ ભાઈઓને અપીલ કરવામાં આવી છે કે આ કાર રેલીમાં મોટી સંખ્યામાં હાજરી આપી ખેડૂતોના આંદોલનને મજબૂત સમર્થન આપે.#Morbi #MorbiUpdate #Jetpar #KisanAndolan #FarmersProtest #SPRoadMorbi #CarRally #MorbiNews #GujaratFarmers