પિતાની મોરણોતર વિધિમાં પુત્રોનું સમગ્ર સમાજને પ્રેરણા આપતું સરાહનીય કાર્ય મોરબી : આપણે ત્યાં કોઈપણ સ્વજનનું મૃત્યુ થાય પછી તેની મરણોત્તર વિધિ ઉત્તરક્રિયા કરવાનો વર્ષોથી રિવાજ ચાલ્યો આવે છે.પણ આ રિવાજમાં હવે કાંતિકારી બદલાવ આવ્યો છે.જેમાં પુત્રોએ પિતાનું અવસાન થયા બાદ તેમની મરણોત્તર વિધિમાં વૃદ્ધાશ્રમના વૃદ્ધોને પ્રેમથી જમાંડ્યાં હતા અને પુત્રોએ દિવંગત પિતાની મરણોત્તર વિધિમાં સમગ્ર સમાજને પ્રેરણા આપતું પરોપકારી કાર્ય કરીને પિતાને સાચી શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી. મોરબીમાં રહેતા મશરૂભાઈ ભોજાભાઈ સરસિયા(ભરવાડ)નું અવસાન થયું હતું.ત્યારે તેમના પુત્રો દ્વારા દિવંગત પિતાની મરણોત્તર શ્રધાંજલિ તરીકે કાઠિયાવાડ નિરાશ્રિત બાળઆશ્રમ રાજકોટ સંચાલિત માનવધર્મ વૃદ્ધાશ્રમ (શોભેશ્વર રોડ મોરબી)ના આશરે 50 વૃદ્ધોને બસ દ્વારા પોતાના ઘેર લાવી જમાડયા હતા.પુત્રોએ આ રીતે તમામ વૃદ્ધાશ્રમના વૃદ્ધોને પ્રેમ પૂર્વક ભોજન કરાવીને દરેક પોતાની દરેક વડીલો પ્રત્યેના આદરભાવને ઉજાગર કર્યો હતો.તેમજ પુત્રોએ આ રીતે સેવાકીય કાર્ય કરીને દિવંગત પિતાને સાચી શ્રદ્ધાંજલિ અપર્ણ કરી છે.સાથોસાથ સમગ્ર સમાજને નવો રાહ ચીંધ્યો છે.