મોરબી : મોરબીમા લોહીની તાત્કાલિક જરુરીયાત પુરી કરવા માટે 'યુવા આર્મી ગ્રુપ'ના સભ્યો દિવસ હોય કે રાત ખડેપગે હાજર રહીને જરુરીયાતમંદને નવું જીવન આપતા જ રહે છે. ક્યારેક મુશ્કેલીભર્યા સંજોગોમાં યુવા આર્મી ગ્રુપના સભ્યો દ્વારા સરાહનીય કાર્ય કરવામા આવે છે. જે બદલ 'યુવા આર્મી ગ્રુપ' ગર્વની લાગણી અનુભવે છે. મૂળ બદનપર ગામ, હાલ મોરબીના 'યુવા આર્મી ગ્રુપ'ના સભ્ય હરેશકુમાર જગદીશભાઈ કટેસીયા પંજાબ ખાતે ભારતીય સેનામા ફરજ પર રહી દેશની સેવા કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે તેઓ દિવાળી રજા માટે મોરબી પરત ફર્યા છે. આજે સવારે મોરબીની સિવીલ હોસ્પિટલમાં એક મહિલાને લોહીની જરુરીયાત છે. તેની જાણ થતા તેઓ બ્લડ ડોનેટ કરવા માટે પહોંચી ગયા હતા. અને રક્તદાન કરી સરાહનીય કાર્ય કર્યું હતું. જે બદલ યુવા આર્મી ગ્રુપ વતી પિયુષભાઈ બોપલીયા તથા જરૂરિયાતમંદ મહિલાના પરિવાર દ્વારા હરેશકુમાર જગદીશભાઈ કટેસીયાનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે, લોકો મુસાફરી બાદ થાકના કારણે આરામ ફરમાવતા હોઈએ છીએ. ત્યારે હરેશકુમાર જગદીશભાઈ કટેસીયાએ જરુરીયાતમંદને લોહી આપીને સમાજને દેશ સેવા સાથે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.