મોરબી : પાછલા 10 માસથી હત્યાના ગુન્હામાં વોન્ટેડ શખ્સને એસઓજીની ટીમે પૂર્વ બાતમીના આધારે જામનગર ખાતેથી દબોચી લઈને મોરબી તા.પો.સ્ટે.ને સોંપી દીધો છે. મોરબી એસ.ઓ.જી.ની ટીમને બાતમી મળી હતી કે 10 માસ અગાઉ હત્યાનો આરોપી કાદર મામદ માણેક ઉં.વ. 39 મૂળ રહે. વીસીપરા, મોરબી વાળો હાલ જામનગર બેડી વિસ્તાર, એકડા પીરની દરગાહ પાસે, મિયાણા વાસમાં છુપાયો છે. પૂર્વ બાતમીને ચકાસતા ઉક્ત આરોપી એ સ્થળે મળી આવતા મોરબી એસ.ઓ.જી.ના પો.હેડ.કોન્સ. ફારૂકભાઈ યાકુબભાઈ પટેલ, પો.કોન્સ. નરેન્દ્રસિંહ તથા એ.એસ.આઈ. અનિલભાઈ ભટ્ટ સહિતના પો.સ્ટાફે સી.આર.પી.સી.કલમ 41 (1) મુજબ આરોપીની અટક કરી મોરબી તા.પો.સ્ટે.ને સોંપી દીધો હતો. આગળની વધુ કાર્યવાહી મોરબી તા.પો.સ્ટે ચલાવી રહી છે. મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન.. તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી. કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક... વધુ વિગત માટે : 9825675999, 9998951628