મકનસર ગામ પાસે સર્વિસ રોડ પરથી બાઈક સાથે થાનગઢના શખ્સની અટકાયત કરી તાલુકા પોલીસને સોંપાયોમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં ચોરીના બનાવો અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા એસ.ઓ.જી. ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી અંતર્ગત મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કે છળકપટથી મેળવેલ મોટરસાયકલ સાથે એક ઈસમને પકડી પાડવામાં આવ્યો છે.એસ.ઓ.જી. મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મોરબી તાલુકાના મકનસર ગામ પાસે ક્રિષ્ના વિજય નળિયાના કારખાના સામે સર્વિસ રોડ ઉપર ઢુવા તરફથી એક શંકાસ્પદ ઈસમ મોટરસાયકલ સાથે પસાર થતો જોવા મળ્યો હતો. પોલીસે તેને તુરંત રોકીને પૂછપરછ કરતા તે ગલ્લાં તલ્લાં કરવા લાગ્યો હતો અને કોઈ સંતોષકારક જવાબ આપતો ન હતો. પોલીસે તેની પાસે મોટરસાયકલની આર.સી. બુક અને અન્ય લગત કાગળો માંગતા પોતાની પાસે ન હોવાનું જણાવ્યું હતું.પોલીસે મોટરસાયકલના માલિક અંગે પૂછપરછ કરતા તેણે કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો. આથી મોટરસાયકલ (રજીસ્ટ્રેશન નંબર GJ-13-BC-9932) ચોરી કે છળકપટથી મેળવ્યું હોવાનું જણાતા પોલીસે બી.એન.એસ.એસ. કલમ 106(1) મુજબ વાહન કબજે કર્યું હતું.પોલીસે વાહન ચાલક અલ્પેશભાઈ રમેશભાઈ બોહકીયા (રહે. વાવડી, તા. થાનગઢ, જિ. સુરેન્દ્રનગર) ની બી.એન.એસ.એસ. કલમ 35(1)(e) મુજબ ધોરણસરની અટકાયત કરી છે. તેની પાસેથી 40,000 રૂપિયાની કિંમતનું હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ જપ્ત કરવામાં આવ્યું છે. આરોપીને આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #SOGMorbi #CrimeNews #StolenBikeRecovery #MorbiPolice #GujaratPolice #Makansar