મોરબી : મોરબી SOG (સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ) દ્વારા આદિપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અઢી વર્ષ જૂનો વાહન ચોરીનો વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. ગઈકાલે તા. 5 ફેબ.ના રોજ મોરબી SOG સ્ટાફ મોરબી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન તેઓને મળેલ હકીકત આધારે આદિપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોટર સાઇકલ નં. GJ12CL2360ની ચોરીના ગુનામાં આરોપી મેરૂભાઇ ખેતાભાઈ લાંબરીયા (ઉ.વ. 24, રહે. ઊંચી માંડલ, તા.જી. મોરબી) ચોરાયેલ મોટર સાઇકલ સાથે મળી આવતા તેની ધોરણસર અટક કરવામાં આવી છે.