વાવડી રોડ પરથી આરોપીની ધરપકડ કરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યોમોરબી અપડેટ : મોરબી એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ટીમે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા 6 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને મોરબીમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. મોરબીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી વાવડી રોડ પર છુપાયેલો છે. આ બાતમીના આધારે એસ.ઓ.જી. સ્ટાફના માણસોએ વાવડી રોડ પર આવેલી કે.જી.એન. સોસાયટી પાછળના ઝુપડા પાસેથી આરોપીને ઝડપી લીધો હતો. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તેનું નામ રતનભાઈ મુળજીભાઈ ચુણા (ઉંમર 59 વર્ષ, ધંધો મજુરી) હોવાનું સામે આવ્યું છે. તે મૂળ ગાંધીધામના ગણેશનગર સેક્ટર-7, પ્લોટ નં. 87 નો રહેવાસી છે અને હાલ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતો હતો. એસ.ઓ.જી. ટીમે આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે.#Morbi #MorbiUpdate #SOGMorbi #GujaratPolice #MorbiPolice #NDPS #CrimeNews #Wankaner #Gandhidham