મોરબી : મોરબી એસ.ઓ.જી.ટીમ દ્વારા મોરબી જીલ્લામાંથી PIT NDPS અધિનિયમ-1988 કલમ 3 હેઠળ બે ઇસમોને ડીટેઇન કરી અમદાવાદ તથા વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યા છે. ગઈકાલે તા. 7ના રોજ મોરબી એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા મોરબી જિલ્લાના બે શખ્સો સામે PIT NDPS અધિનિયમ-1988ની કલમ 3 હેઠળ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે. આથી, દિલીપભાઇ ઉર્ફે મહારાજ લાભશંકર જોષી (રહે. જુના દેવાળીયા, તા.હળવદ) તથા પપ્પુભાઇ ઉર્ફે હરીરામ ભાખરારામ બિશ્નોઇ (રહે. બલવાણા, તા. સાચોર, જી. જાલોર (રાજસ્થાન), હાલ રહે. ગાળા ગામના પાટીયા પાસે, જામ્બાણી બીકાનેર હોટલ, માળીયા હાઇવે)ને અમદાવાદમાં સાબરમતી મધ્યસ્થ જેલ તથા વડોદરા જેલના વોરંટ પોલીસ મહાનિદેશક, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ, ગાંધીનગર તરફથી ઇસ્યુ થયો હતો. આ વોરંટ આધારે બન્ને ઇસમોને કોવીડ-19 રીપોર્ટ કરાવી નેગેટીવ આવતા બન્ને ઇસમોને વોરંટ અન્વયે ડીટેઇન કરી ધોરણસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરેલ છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate