મોરબી : મોરબી એસઓજી ટીમે વાંકાનેરમા એક શખ્સને અડધો કિલો ગાંજા સાથે પકડી પાડ્યો છે. હાલ એસઓજીએ આ ગાંજો ક્યાંથી આવ્યો અને ક્યાં આપવાનો હતો. તે દિશામાં તપાસ ચલાવી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એસઓજી પીઆઈ એસ.એન.સાટી સહિતની વાંકાનેરમાથી રિઝવાન અયુબભાઈ ખોખર ઉ.વ. 32ને અડધો કિલો ગાંજા સાથે પકડી પાડ્યો છે. હાલ તપાસ દરમિયાન શખ્સ પાસેથી વધુ ગાંજાનો જથ્થો મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. વધુમાં એસઓજીની ટીમે વાંકાનેર પોલીસ મથકે ગુનો નોંધાવવાની તજવીજ શરૂ કરી છે. સાથે આ શખ્સ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો અને ક્યાં આપવાનો હતો એ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.