મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરાઈ મોરબી : મહિલાઓ, વિધવાઓ તથા વૃદ્ધ-વિકલાંગોને મળતા પેન્શનમાં વધારો કરવા મોરબીના જાગૃત સામાજિક કાર્યકર રાજુભાઇ વી. દવે, જગદીશભાઈ બાંભાણીયા, દેવેશ મેરુભાઈ રાણેવાડિયા અને ગીરીશભાઈ કોટેચા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, મોરબીના કલેક્ટર, તેમજ મોરબી-કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતના કાર્યકર્તાઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, હાલ ભયંકર મોંઘવારીમાં વિધવાઓને માત્ર 1250 રૂ. વિધવા પેન્શન મળે છે. જેમાં હાલ આ મોંઘવારી ઘરસંસાર ન ચાલે. આ ઉપરાંત વૃદ્ધ અને વિકલાંગોને પણ માત્ર 1000 રૂ. પેન્શન મળે છે. ત્યારે આ દરમ્યાન વિધવા પેન્શનમાં વધારો કરી માસિક રૂ. 4000 પેન્શન તથા વૃધ્ધ-વિકલાંગોને પેન્શનમાં વધારો કરી 2500 રૂ. પેન્શન કરવામાં આવે. બજેટમાં આ અંગેનો વધારો જાહેર કરવામાં આવે તેવી માગ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મોરબી-કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, મોરબીના કલેક્ટર, રાજકોટ-મોરબીના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા સહિતના સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.