મોરબી : આજે તારીખ 26 માર્ચના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબીની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીના આગમનને પગલે મુખ્યમંત્રીને રજૂઆત કરવા જાય તે પહેલા જ સામાજિક કાર્યકર અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ કાન્તિલાલ બાવરવાને નજરકેદ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.કાન્તિલાલ બાવરવાએ જણાવ્યું છે કે, વિરોધપક્ષ અને સામાજિક કાર્યકર તરીકે અમને મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરવા દેવામાં નથી આવતી. મોરબીનું તંત્ર ડરના કારણે અમને મુખ્યમંત્રીને મળવા દેવા માગતું નથી. જેથી તેમના ઘર પાસે પોલીસને સિવિલ ડ્રેસમાં ગોઠવી દેવામાં આવી છે. જેથી તેઓ મુખ્યમંત્રીને રજૂઆત કરવા ન જઈ શકે. સાથે જ કાન્તિલાલ બાવરવાએ આ હિટલરશાહી હોવાનો પણ આરોપ લગાવ્યો છે અને સ્વતંત્રતા છીનવાતી હોવાનું જણાવ્યું છે.