મોરબી : મોરબીની અગ્રણી કોલેજ ગણાતી પી.જી. પટેલ કોલેજમાં વિદ્યાર્થીનીઓ દ્વારા અલગ અલગ સામાજિક થીમ પર નાટકોની રજુઆત કરવામાં આવી હતી. મોરબીની પી.જી. પટેલ કોલેજમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ સામાજિક થીમ પર અલગ અલગ નાટકો રજુ કરવામાં આવ્યા હતા. જેમાં 'કોલેજ લાઈફ' નાટકમાં કોલેજના વિદ્યાર્થીનું જીવન કેવું હોય છે અને 'લાઈફ ઓફ અ ગર્લ' નાટકમાં દીકરીના જન્મથી લઈને સાસરે જતા સુધીના જીવનનું મંચન કરવામાં આવ્યું હતું. આ નાટકો આગવી અને રોચક શૈલીમાં રજુ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડો. રવિન્દ્રભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ નાટકોનું સંકલન કોલેજના મહિલા પ્રોફેસર જસ્મીન અદાણી અને ઈશા ત્રિવેદીએ કર્યું હતું. આ તકે કોલેજના પ્રમુખ અને આચાર્ય તેમજ કોલેજના સ્ટાફગણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne