મોરબી : મોરબી શહેરના હાર્દ સમાન નહેરુ ગેટ ચોક વિસ્તારમાં આવેલું જાહેર જનતા માટેનું પાણીનું પરબ છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. કાળઝાળ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રાહદારીઓને પીવાના પાણી માટે હાલાકી પડે છે. આ મામલે સામાજિક કાર્યકરો દ્વારા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.શાક માર્કેટ અને મેઈન બજારમાં હજારો લોકોની અવરજવરમોરબીનો નહેરુ ગેટ અને શાક માર્કેટ વિસ્તાર શહેરનો મુખ્ય વ્યાપારી વિસ્તાર છે. અહીં દરરોજ શહેર અને આજુબાજુના ગામડાઓમાંથી હજારો લોકો ખરીદી અર્થે આવે છે. પીજીવીસીએલ ઓફિસની બાજુમાં વર્ષો પહેલા લોકોની સુવિધા માટે પાણીનું પરબ બનાવવામાં આવ્યું હતું. જોકે, આશ્ચર્યની વાત એ છે કે મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગઈ પણ છેલ્લા બે વર્ષથી આ પરબ કાર્યરત કરવામાં આવ્યું નથી.તંત્રની બેદરકારી સામે રોષસામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગીરીશભાઈ કોટેચા અને દેવેશભાઈ રાણેવાડીયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આ પરબનું અગાઉ રીનોવેશન કરવામાં આવ્યું હોવા છતાં હાલ તે બંધ હાલતમાં છે. બજારમાં આવતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે ૧૦-૨૦ રૂપિયા ખર્ચીને પાણીની બોટલ ખરીદવી મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં માનવતાની દ્રષ્ટિએ તંત્રએ તાત્કાલિક આ પરબ શરૂ કરવું જોઈએ.તાકીદે પરબ શરૂ કરવા માંગસામાજિક કાર્યકરોએ લેખિત રજૂઆત કરી માંગ કરી છે કે, ઉનાળાની ગરમીમાં લોકોને રાહત મળી રહે તે માટે પાણીના પરબનું જરૂરી મરામત કામ કરાવી તેને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવે.#Morbi #MorbiUpdate #WaterProblem #PublicIssue #MorbiNews #GujaratNews #SocialIssue #Summer2026