શાસ્ત્રી જનકભાઈ પંડ્યા સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે: કથા દરમીયાન વિવિધ પ્રસંગોની ઉજવણી કરાશે મોરબી: મોરબીમાં સો ઓરડી શેરી નં ૩માં આવેલા રામેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી સોમવારથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રી પૂ.જનકભાઈ પંડ્યા (ગજડી વાળા) વ્યાસપીઠે બિરાજી ભાગવત કથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે. દરરોજ બપોરે ૨થી સાંજે ૬ સુધી કથા ચાલશે. તા.૯ થી ૧૫ સુધી ચાલનારી આ ભાગવત સપ્તાહમાં વિવિધ પ્રસંગોની ભાવભેર ઉજવણી કરવામાં આવશે જેમાં તા.૯એ વરીયાદેવ મંદિરેથી રામેશ્વર મહાદેવ મંદિર સુધી પોથી યાત્રા યોજાશે.તા.૧૦ એ કપિલ જન્મ, તા.૧૧એ નરસિંહ પ્રાગટય તેમજ સાંજે ૫:૩૦ કલાકે વામન જન્મ, તા.૧૨એ રામ જન્મ અને સાંજે ૫:૩૦ કલાકે કૃષ્ણ જન્મોત્સવ, તા.૧૩એ સાંજે ૫:૩૦ કલાકે ગોવર્ધન પૂજા, તા.૧૪ એ સાંજે ૫:૩૦ કલાકે રૂક્ષ્મણી વિવાહ, તા.૧૫એ સુદામા ચરિત્ર અને પરીક્ષિત મોક્ષની ઉજવણી કરવામાં આવશે. ભાગવત સપ્તાહમાં ધારાસભ્યો બ્રિજેશ મેરજા અને પરસોતમ સાબરીયા તેમજ શહેર પ્રમુખ રાજુભાઇ કાવર, વોર્ડ નં.૪ ના કાઉન્સિલરો જસવંતીબેન સીરોહિયા, હીનાબા, અરુણાબા, ગૌતમભાઈ સોલંકી અને જગુભા રાઠોડની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. ભાગવત સપ્તાહના દિવ્ય આયોજન માટે હરિભાઈ રાતડીયા, પૂજારી સાધુ જીગ્નેશભાઈ તેમજ રામેશ્વર મિત્ર મંડળ, વરિયા મહિલા ધૂન મંડળ, મારુતિ મહિલા ધૂન મંડળના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.આ ભાગવત સપ્તાહનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.