મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેટમાં જુગાર રમતા છ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી રોકડ રૂ. 4,86,500 કબ્જે કરવામાં આવી હતી. મોરબી સીટી એ-ડિવિઝન પોલીસને નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી આધારે યુનિટી એપાર્ટમેન્ટમાં દસમા માળે જગદીશભાઇ પ્રભુભાઇના ફ્લેટમાં પાના અને પૈસા વતી રોન પોલીસનો તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા 6 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 4,86,500 જપ્ત કરી છે. રેઇડ દરમ્યાન પકડાઇ ગયેલ આરોપીઓમાં જગદીશભાઇ પ્રભુભાઇ, પ્રવિણભાઇ પ્રભુભાઇ અંબાણી, શૈલેષભાઇ પ્રભુભાઇ, નિલેષભાઇ ઘનશ્યામભાઇ, વેલજીભાઇ છગનભાઇ કાસુન્દ્રા તથા વિશાલભાઇ નરભેરામભાઇનો સમાવેશ થાય છે. પોલીસે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમા છએ આરોપીઓ વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.