આરોપીઓ પાસેથી રોકડ રૂ. 14,150 જપ્ત મોરબી : મોરબી શહેરમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નોંધ કરી છે. ગઈકાલે તા. 12ના રોજ પોલીસ દ્વારા મોરબી શહેરમાં વિશાલ જવેલર્સની સામે કબીર શેરીમાં ખુલ્લી જગ્યામાં રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 14,150 જપ્ત કર્યા છે. આ બનાવમાં પોલીસે કમલેશભાઇ મણીલાલ મકવાણા, વિપુલભાઇ પરસોતમભાઇ સોલંકી, હિતેશભાઇ જયંતીગીરી ગૌસ્વામી, રાજેશભાઇ વિનોદભાઇ કંસારા, આનંદભાઇ પ્રવિણભાઇ અમદાવાદી તથા વિનોદભાઇ જમનાદાસ સુખદેવ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.