મોરબી : મોરબીમાં ઉત્તરાખંડની એકમાત્ર શ્રીકૃષ્ણાયન દેશી ગૌ રક્ષા શાળા દ્વારા જાનવી યોગ અને આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલના નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા નિ:શુલ્ક રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ગૌશાળામાં માંદી - લાચાર - અંધ - વૃદ્ધ તથા કસાઈથી છોડાવેલી નિરાધાર ગાય-બળદોની સેવા કરવામાં આવે છે. આ કેમ્પમાં ચામડીના રોગો, સોર્યાસીશ, જૂનું ખરજવું-જૂનું દાદર, સાંધાના દુખાવા, ઢીચણનો દુખાવો, કમરનો દુખાવો, હાથી પગા, ગેગરિંગ, વેરિકોઝવેન(નસમા સુજન), નપુંસકતા, અસાધ્ય સ્ત્રી રોગ, વાળની સમસ્યાઓ, CP ચાઈલ્ડ(અવિકસિત બાળક), DMD માંસ પેસીઓનો રોગ, પાતળાપણું - મોટાપો, કારોડરજ્જુમાં મણકાની ગાદી ધસાઈ જવી, હૃદયની નસોમાં બ્લોકેજ, અનિંદ્રા જેવા અનેક રોગોનું નિદાન કરી ઈલાજ કરી આપવામાં આવશે. આ કેમ્પનું આગામી 10 સપ્ટે.ના રોજ નરસંગ ટેકરી મંદિર, રવાપર રોડ ખાતે યોજવામાં આવશે. તેનો સમય સવારે 09:00 થી 12:00 વાગ્યા સુધી અને 03:00 થી 07:00 સુધીનો રહેશે. કેમ્પ અંગેની વધુ વિગત મેળવવા માટે કેશવજીભાઈ ઠોરિયા - મો. 97123 99990નો સંપર્ક કરવાનું યાદીમાં જણાવવામાં આવ્યું છે.