શ્રીનાથજીની ઝાંખી, લોકડાયરો અને હસાયરાનું આયોજન : કથા દરમિયાન વિવિધ પ્રસંગોની ભવ્ય ઉજવણી કરાશે મોરબી : પવિત્ર પુરુષોત્તમ માસ નિમિતે વરસડા પરિવાર દ્વારા આગામી તા.૨૩ને બુધવારથી ૨૯ દરમિયાન શક્ત શનાળા ખાતે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગવત કથાના વિવિધ પ્રસંગોની ભાવભેર ઉજવણી સાથે લોકડાયરો પણ યોજાશે. કેશવજીભાઇ પરષોત્તમભાઇ વરસડા પરિવાર દ્વારા આગામી તા.૨૩ ને બુધવારથી તા.૨૯ સુધી શકત શનાળા પાસે આવેલા કડવા પાટીદાર સમાજની વાડી ખાતે પુરુષોત્તમ માસમાં આઘ્યાત્મિકતાથી ઈશ્વરની સમીપ જવાના આશયથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ સવારના ૯ થી બપોરના ૧ દરમિયાન આ કથા યોજાશે. જાણીતા કથાકાર જીજ્ઞેશદાદા ભાગવત કથાનું પોતાની આગવી શૈલીમાં રસપાન કરાવશે. ભાગવત કથામાં તા.૨૬ને શનિવારના રોજ રાત્રે શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજાશે. ઉપરાંત તા.૨૫ના રોજ નૃસિંહ પ્રાગટય, તા ૨૬ના રોજ વામન જન્મ, શ્રીરામ જન્મોત્સવ અને કૃષ્ણ જન્મોત્સવ, તા ૨૭ના રોજ ગોવર્ધન પૂજા તેમજ વસાવડા પરિવારના કેશવજીદાદાનો જન્મદિવસ મહોત્સવ, તા.૨૮ના રોજ રૂક્ષ્મણી વિવાહ અને લોકડાયરો તેમજ હસાયરો યોજાશે.