પ્રજાપતિ યુવા સંગઠન અને ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ સમુહલગ્ન સમિતિનું આયોજન મોરબી : મોરબીના ઠાકોરજી મંદિર ખાતે આવતીકાલે શુક્રવારે પ્રજાપતિ યુવા સંગઠન અને ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ સમુહલગ્ન સમિતિ દ્વારા શિવધુનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પ્રજાપતિ યુવા સંગઠન અને ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ સમુહલગ્ન સમિતિ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિતે શિવધુનનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિવધૂન આવતીકાલે તા. ૩૧ને શુક્રવારના રોજ રાત્રે ૯ કલાકે ઠાકોરજી મંદિર, કુંભાર શેરી, સ્ટેશન રોડ ખાતે યોજાશે. જેમાં અશોકભાઈ ભાયાણી શિવ ધૂન, ભજન અને સ્તુતિ રજુ કરશે. વધુ વિગત માટે મો.નં. ૯૪૨૮૨ ૭૭૭૦૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.