પવિત્ર શ્રાવણ માસ નિમિતે શિવાલયોમાં દરરોજ અલગ અલગ શણગારોના દર્શન કરી ધન્યતા અનુભવતા ભક્તો મોરબી : પવિત્ર શ્રાવણ માસ નિમિતે મોરબી પંથકમાં શિવાલયોમાં ભગવાન શિવના અલગ અલગ શણગાર કરવામાં આવે છે. તેમાં પણ ખાસ સોમવારે વિશેષ મહાદેવને અલભ્ય શણગાર કરાઈ છે. જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. મોરબી નજીક આવેલા રફાળેશ્વર મહાદેવ મંદિર, જડેશ્વર મહાદેવ મંદિર, જંગલેશ્વર મહાદેવ મંદિર, કુબેરનાથ મહાદેવ મંદીર, નરસંગ ટેકરી પાસેના મહાદેવ મંદિર, વરિયા મંદિરે આવેલા શિવાલય, રામેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં શ્રાવણ પર્વ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ભગવાન શિવના પૂજન અર્ચન માટે દરરોજ અહીં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. મંદિરમાં પણ દરરોજ ભગવાન શિવના અલગ અલગ શણગાર કરવામાં આવે છે. આ શણગારના દર્શન કરી ભાવિકો ધન્યતાની લાગણી અનુભવે છે. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='30321,30316,30313,30315,30301,30314']