ટાઉનહોલ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં શિક્ષકોના સન્માન સમારોહનું આયોજન મોરબી : મોરબીમાં પારિતોષિક માટે પસંદ થયેલા શિક્ષકોના સન્માન સમારોહનું આવતીકાલે બુધવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ શિક્ષકોને મહાનુભાવોના હસ્તે પુરસ્કાર એનાયત કરીને સન્માનવામાં આવનાર છે. ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ગૌરવરૂપ ગણાતા પારિતોષિક માટે મોરબી જિલ્લાના શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. ત્યારે આ શિક્ષકોને સન્માનવા માટે આવતીકાલે તા. ૫ને બુધવારના રોજ સવારે ૧૦: ૩૦ કલાકે પાલિકાના ટાઉન હોલ ખાતે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ આયોગના અધ્યક્ષ હંસરાજભાઈ ગજેરા તેમજ અતિથિ પદે ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ સહિતના ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં પધાવરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.