આ પ્રકારની શિબિરનું આયોજન કરવા ઇચ્છતી શાળાઓને સંપર્ક કરવા અનુરોધ કરાયો મોરબી : મારૂ મોરબી સ્વસ્થ મોરબી અભિયાન અંતર્ગત સ્કૂલના વિદ્યાર્થીઓ માટે નેચરોપથી શિબિર યોજાશે. અનેક શાળાઓમાં આ શિબિર યોજીને પીવાના પાણીની ગુણવત્તા અને ઠંડા પીણાથી થતા નુકશાન વિશે માહિતી આપવામાં આવશે. આ અંગે પ્રાયોગિક નિર્દેશન કરવામાં આવશે. આ સાથે જ જંક ફૂડથી થતા નુકસાન અને રોગો વિશેની માહિતી નિશુલ્ક આપવામાં આવશે. તા.૭ ઓગસ્ટ ઓમ શાંતિ વિદ્યાલય, વીરપર ખાતે સવારે ૮ થી ૯, તા. ૮ ઓગસ્ટના રોજ તપોવન વિદ્યાલયમાં સવારે ૧૦થી ૧૨, તા.૯ ઓગસ્ટના રોજ નાલંદા વિદ્યાલયમાં સવારે ૮ થી ૧૨ તેમજ તા. ૧૩ ઓગસ્ટના રોજ નવયુગ વિદ્યાલયમાં સવારે ૮ થી૧૧ આ શિબિર યોજાશે. મોરબીની નીલકંઠ વિદ્યાલય , વી સી હાઈસ્કૂલ , ઓમશાંતિ ગુજરાતી અને અંગ્રેજી મીડિયમ સ્કુલમાં અગાઉ યોજવામાં આવેલ આ શિબિરને સુંદર પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમનું સંપૂર્ણ નિદર્શન નેચરોપેથ ડો.જગદીશભાઈ ગજજર આપશે. અન્ય સ્કૂલમાં આ પ્રકારના કાર્યક્રમમાં માટે ડો.જગદીશ ગજ્જર મો.નં. ૭૦૧૬૪ ૭૫૭૫૪નો સંપર્ક કરવા માટે અનુરોધ કરાયો છે.