મોરબી : મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળ દ્વારા તા.૧૫-૧૦ શુક્રવારના રોજ દશેરાના પર્વ નિમિતે શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન શસ્ત્રપુજન કાર્યક્રમનુ આયોજન કરવા મા આવેલ છે. તો દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ગીરીશભાઈ ઘેલાણી, હિતેશભાઈ જાની, નિર્મિત કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, પોલાભાઈ પટેલ, મનિષભાઈ પટેલ તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળના પ્રભુભાઈ નકુમ, વસંતભાઈ પરમાર, ગોપાલભાઈ નકુમ, ઈશ્વરભાઈ કંઝારીયા સહીતના અગ્રણીઓએ ભાવભર્યુ નિમંત્રણ પાઠવ્યુ છે. તેમ નિર્મિત કક્કડ-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને પ્રભુભાઈ નકુમ-જય મહાકાલ સતવારા મિત્ર મંડળની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..