મોરબી : મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે અસત્ય પર સત્યના વિજય તરીકે ઉજવતા વિજયા દશમીના પાવન પર્વે પરંપરાગત વેશભૂષા સાથે સામાકાંઠેથી શોભાયાત્રા કાઢીને શનાળા ખાતે આવેલા શક્તિ માતાજીના મંદિરે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. પરંતુ કોરોનાને કારણે સતત બીજા વર્ષે દશેરાએ રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત શોભાયાત્રા રદ કરવામાં આવી છે. આથી આવતીકાલે તા 15 ને શુક્રવારે દશેરા નિમિતે સાંજે 4 થી 6 દરમિયાન શક્ત શનાળા ખાતે શક્તિ માતાજીના મંદિરે શસ્ત્ર પૂજન કરવામાં આવશે અને શનાળા શક્તિ માતાજીના મંદિરે ફક્ત શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખેલો હોવાનું રાજપૂત સમાજ-મોરબીના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.