પદાધિકારીઓ તેમજ અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં નગરજનો પણ રહેશે ઉપસ્થિત મોરબી : મોરબીમાં સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા આજે શનાળા રોડ પર વિનાયક હોલ સામે આવેલા રત્નકલા એક્સપોર્ટ ગ્રાઉન્ડ ખાતે શરદોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂ. મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભ આશિષથી પૂ. નારાયણપ્રસાદદાસજી સ્વામી, પૂ. સંતવલ્લભદાસજી સ્વામી, પૂ. ગોવિંદસ્વરૂપદાસજી સ્વામી, પૂ. નીલકંઠદાસજી સ્વામીની નિશ્રા રહેશે. આ તકે સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, ધારાસભ્ય લલિતભાઈ કગથરા, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં કલેક્ટર આર.જે. માકડીયા, પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલા, અધિક કલેક્ટર કેતનભાઈ જોશી, ડે. કલેક્ટર જિતેન્દ્રભાઈ ભોરણિયા, જિલ્લા શિક્ષણાધિકારી ડી.એન. દવે, આરટીઓ એ.જે. વ્યાસ, ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.