યંગ ઇન્ડિયા ગ્રુપનું સરાહનીય આયોજન : તમામ સમાજની બહેનો એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ થઈને ગરબે ઘૂમી શકશે મોરબી : મોરબીના જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં રજિસ્ટ્રેશન કરાવેલ મહિલાઓ માટે નિઃશુલ્ક એન્ટ્રી છે. તેમાં પણ મહિલાઓ ટ્રેડિશનલ પોશાકમા સજ્જ થઈને ગરબા રમી શકે તે માટે ચણીયાચોલીની પણ નિઃશુલ્ક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોરબીમાં તહેવારોની અનોખી ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી નજીક કંડલા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ પાસે આવેલ ક્રિષ્ના ગાઉન્ડ ખાતે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે આ નવરાત્રી મહોત્સવમા દરેક વર્ગની બહેનો કોઈ પણ જાતના ભેદભાવ વગર રમી શકે તે માટે નિઃશુલ્ક પ્રવેશની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. જે બહેનો અગાઉથી રજિસ્ટ્રેશન કરાવે છે. તેઓને ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે. આ વર્ષે 2500થી વધુ બહેનો રજિસ્ટ્રેશન કરાવીને વિનામૂલ્યે એન્ટ્રી મેળવી દરરોજ ગરબે રમી રહી છે. વધુમાં બહેનોને ટ્રેડિશનલ પોશાકના મોંઘા ભાડાઓ ખર્ચવા ન પડે તેમજ તમામ વર્ગના બહેનો ટ્રેડિશનલ પહેરીને મન મુકીને ગરબે રમી શકે તેવા હેતુથી યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેનભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ બહેનો માટે નિઃશુલ્ક ચણીયાચોલીની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે. જેનો લાભ લેવા માટે બહેનોએ સંકલ્પ નવરાત્રી મહોત્સવના આઇડી પ્રુફ સાથે ભવાની કુંજ, કાલિકા પ્લોટ, રાજબેંકવાળી શેરી, રવાપર રોડ, મોરબી ખાતે યંગ ઇન્ડિયા ગ્રૂપના મહિલા વિંગના સભ્ય કાજલબેન ચંડીભમર મો.નં. 9825488733 અથવા મનિષભાઈ રાચ્છ મો.નં. 9824587875નો સંપર્ક સાધવા જણાવાયુ છે.