મોરબી અપડેટ : મૂળ મોટા દહીંસરા હાલ શક્ત શનાળા નિવાસી મીનાબેન કાંતિલાલ કોઠારી (ઉં.વ. 75) તે પારસભાઈ, દેવેનભાઈ અને કિરણબેન રૂપેશકુમાર દેસાઈના માતા, છગનલાલ દયાળજીભાઈ દોશી (જૂનાગઢ વાળા)ના દીકરીનું તારીખ 2-9-2026 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તારીખ 6-9-2026 ને રવિવારના રોજ સવારે 10 થી 11 કલાકે અને પ્રાર્થના સભા 11 થી 12 કલાકે તેમના નિવાસ સ્થાન 401, બિલીપત્ર એપાર્ટમેન્ટ, નવા પ્લોટ વિસ્તાર, લીમડાવાળા મેલડી મા વાળી શેરી, શક્ત શનાળા, મોરબી ખાતે રાખવામાં આવી છે.