મોરબી : સમસ્ત ઉધરેજા પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી સ્નેહમિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરતા આવ્યા છે ત્યારે ગઈકાલે સાતમો સ્નેહ મિલનનો કાર્યક્રમ ઇન્દ્રપ્રસ્થ ફાર્મ,રવાપર ધુનડા રોડ, મોરબી ખાતે ઉત્સાહભેર યોજાયો હતો.મોરબીમાં વસવાટ કરતા ઉધરેજા પરિવાર સ્નેહ મિલન તથા વિદ્યાર્થી સન્માન સમારોહમાં પરિવારના પ્લે હાઉસથી લઈ બેચલર્સ અને માસ્ટર ડિગ્રી સુધીમાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીનું શિલ્ડ, લેપટોપ અને બીજા વિવિધ પારિતોષિક દ્વારા સન્માન કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે, વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યમાં સફળતાના શિખર ચુંબે એ માટે પરિવારના વડીલો, પરિવારના ડોક્ટરોએ પણ અભિવાદન કર્યું હતું અને વિદ્યાર્થીઓ અને એમના પરિવારમાં ઉત્સાહ નો સંચાર કર્યો હતો.આ તકે પરિવારના આગેવાનો તથા વિધાર્થીઓએ સામાજિક જીવનને આવરી લેતાં વિષયો પર પોતાના વક્તવ્યો રજુ કર્યા હતા અને પરિવારની મહિલાઓ માટે રાસ ગરબાનું પણ આયોજન કરેલ હતું સમારોહના અંતે રાષ્ટ્રગાન ગાઈને સ્નેહમિલન સંપન્ન કરવામાં આવ્યું હતું.