એ ડિવિઝન પોલીસે વરલી ફીચર અને નોટ નંબરી તથા તીનપતિના જુગાર પર ધોસ બોલાવી મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે ગતરાત્રે તીનપતિ અને વરલી ફીચર તથા નોટ નંબરીનો જુગાર રમતા શખ્સો પર ધોસ બોલાવીને શહેરમાં અલગ અલગ સ્થળે જુગાર રમતા ૭ શખ્સોને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી આ જુગારની રેડ અંગે મળતી વિગતો અનુસાર ગતરાત્રે એ ડિવિઝન પોલીસે નાઈટ પેટ્રોલીગ દરમિયાન નગર દરવાજા ચોક પાસે જાહેરમાં ચલણી નોટ આધારિત નોટ નંબરીનો જુગાર રમતા હુસેનભાઈ ગનીભાઈ પીપરવાડિયાને ઝડપી લીધો હતો. જ્યારે તેની સાથે જુગાર રમતો મોહસીન સલીમભાઈ મોવર પૈસા ત્યાંજ મૂકીને નાસી છૂટ્યો હતો આથી પોલીસે આ સ્થળેથી રૂ.3900 ની રોકડ કબજે કરી હતી. આ ઉપરાંત એ ડિવિઝન પોલીસે જુના બસ સ્ટેન્ડ પાછળ જાહેરમાં વરલી ફિચરના આંકડા લેતા આરીફ મુસ્તાક બ્લોચને રૂ.280 તેમજ નવા ડેલા રોડ પર હનુમાનજીના મંદિર પાસે વરલી ફિચરના આંકડા લેતા મન્સૂરભાઈ અલ્લાઉદ્દીનભાઈ અન્સારીને રૂ.400 સાથે ઝડપી લીધો હતો તેમજ મોરબીના માધાપરના જાપા પાસે જાહેરમાં ચલણી નોટથી નોટ નંબરીનો જુગાર રમતા શબ્બીરભાઈ કાસમભાઈ સુમરા, પરેશભાઈ હરેશભાઇ આશરને રૂ.1290 સાથે અને મહેન્દ્રપર શેરી નંબર 11ના ખૂણે જાહેરમાં તીનપતિનો જુગાર રમતા મુન્નાભાઈ દેવાભાઈ લામકા અને આણંદાભાઈ ઉફે મુન્નાભાઈ નાગજીભાઈ ટોળીયાને રૂ.1270 સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.