મોરબી : મોરબીમાં નાનીબજાર, સુથાર શેરીના રહેણાંક મકાનમાં જુગારનો અડ્ડો ચલાવતા સાતને ઝડપી પાડીને ગંજીપાના અને રોકડ રકમ મળીને કુલ 41,700 રૂપિયાનો મદ્દામાલ જપ્ત કર્યો છે. મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાની સૂચના અને નાયબ અધિક્ષક બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ આજે મોરબીના નાનીબજાર, સુથાર શેરીના રહેણાંક મકાનમાંથી જુગારનો અડ્ડો ચલાવતા સાતને ઝડપી પાડ્યા હતા. એ.એસ.આઈ. રાજદીપસિંહ રાણા અને કોન્સ્ટેબલ યુસુફભાઇ ભોરણીયાને મળેલી બાતમીના આધારે સુથાર શેરીમાં રહેતા પોતાના રહેણાંક મકાનના પ્રથમ માળે ઇમરાન ઉર્ફે ટાવર બાબુભાઇ ચાનિયાએ અલીમામદભાઈ જુનાણી અને યાકુબખાન પઠાણને બોલાવીને પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને તથા જુગારનો અખાડો ચલાવતા સાતને રેઇડ દરમિયાન ઝડપ્યા હતા. આ રેઇડ દરમિયાન ગંજીપાના અને રોકડ રકમ મળીને કુલ 41,700ના મુદ્દામાલ સાથે ઇમરાન ઉર્ફે ટાવર બાબુભાઇ ચાનિયા(રહે, સુથાર શેરી), અલીમામદભાઈ તારમામદભાઈ જુનાણી(રહે. ગ્રીનચોક), અબ્દુલભાઇ ઓસમાણભાઈ દરજાદા મકરાણી(રહે. મકરાણીવાસ), મહંમદભાઇ હુસેનભાઇ ચાનિયા(રહે. સુથાર શેરી), અવેશભાઈ ઉર્ફે અવલો મહેબુબભાઇ બ્લોચ મકરાણી(રહે. મકરાણીવાસ), કિશનભાઇ દિલીપભાઈ કાનાબાર(રહે. રણછોડનગર) અને યાકુબખાન અબ્દુલખાન પઠાણ(રહે. રણછોડનગર)ને પકડી પાડ્યા હતા. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચૌધરી, સબ ઇન્સ્પેક્ટર એમ.વી. પટેલ, એ.એસ.આઈ. રાજદીપસિંહ રાણા, મણિલાલ ગામેતી, હેડ કોન્સ્ટેબલ રસિકભાઈ કડીવાર શેખાભાઈ મોરી, કિશોરભાઈ મિયાત્રા, શક્તિસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ યુસુફભાઇ, ઋતુરાજસિંહ, અજીતસિંહ પરમાર, ભરતભાઈ ખાંભરા, રણજીતસિંહ રોહડિયા અને નિર્મલસિંહ જાડેજા રોકાયેલા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne