મોરબી : મોરબીના માં ભગવતી સેવા સંગઠન દ્વારા છેલ્લા નવ વર્ષથી જુના સુરજબારી પુલ ખાતે માતાના મઢ જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ કેમ્પમાં હજારો શ્રદ્ધાળુઓ લાભ લઇ રહ્યા છે. મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી માં ભગવતી સેવા સંગઠન દ્વારા છેલ્લા નવ વર્ષથી જુના સુરજબારી પુલ નજીક કચ્છ માતાના મઢ જતા પદયાત્રિકોની સેવા માટે કેમ્પનું આયોજન થાય છે જેમાં ચાલુ વર્ષે પણ સ્વયં સેવકો દ્વારા દિવસ રાત્રી દરમિયાન ચા, નાસ્તો, જમવાની સુવિધા તેમજ જરૂરી પ્રાથમિક મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.