રોડ પરના ખાડાઓ પાણીમાં ગરકાવ હોવાથી બાજુના વીજ સબ સ્ટેશનને લીધે મોટી દુર્ઘટના સર્જવાની ભીતિ મોરબી : મોરબી પંથકને ગઈકાલે મેઘરાજાએ રીતસર ધમરોળીને આફત વરસાવી હતી. ત્યારે ભારે વરસાદથી મોરબીનો લાલપર રોડ નદીના વહેણમાં ફેરવાયો છે. આ લાલપર રોડ ઢીંચણ સમાણાં પાણી ગરકાવ થઈ ગયો છે. આથી, રોડ પરના ખાડાઓ પાણીમાં ગરકાવ હોય વાહનો ત્યાંથી પસાર થતી વખતે હોવાથી બાજુના વીજ સબ સ્ટેશન સાથે અથડાઈ તો મોટી દુર્ઘટના સર્જવાની ભીતિ સેવાઈ રહી છે. આથી, તંત્ર વહેલાસર યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. https://www.youtube.com/watch?v=sQ8FiA5l2DU&feature=youtu.be મોરબીના લાલપર રોડ પર ધ ગ્રાન્ડ વર્ધમાન હોટલ પાસે અકસ્માત સર્જાય એવી દુર્ઘટનાની ઘટના ઘટે તેવી હાલત છે. કારણ કે રોડ પાસે આવેલ રોડમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે. સાથે ત્યાં બાજુમાં ઈલેકટ્રીક સબ સ્ટેશન પણ આવેલ છે. અને ટ્રક જેવા મોટા વાહનો પસાર થતાં પાણી સબ સ્ટેશન પર ફળી વળે છે. કોઈ દુર્ઘટના ઘટે તે પહેલા સંબધિત તંત્ર પાણીનો યોગ્ય નિકાલ કરાવે તેવી વાહનચાલકો ઉપરાંત સ્થાનિકોએ માંગ કરી હતી.