મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સ્નેહમિલન, રક્તદાન કેમ્પ અને રમત ગમતની સ્પર્ધઓ યોજાઈ મોરબી : મોટાભાગના બાળકો આજકાલ મોબાઇલની ગેમ્સમાં કેદ થઈ જવાથી શેરી રમતોથી વિમુખ રહેતા હોવાના કારણે કુદરતના ખોળે બાળપણ નિખરી શકતું નથી.તેથી બાળકોને શેરી રમતોનો નિદોષ આનંદ આપવા માટે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા યોજાયેલા સ્નેહમિલનના કાર્યક્રમમાં શેરી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આહીર કર્મચારીઓના બાળકો મોકળાશથી શેરી રમતોનો આનંદ ઉઠાવ્યો હતો. મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલા રામધન આશ્રમ ખાતે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા આહીર કર્મચારી પરિવારોના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.સાથેસાથે રક્તદાન કેમ્પ યોજાયો હતો.જેમાં 30 થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે વિસરાતી જતી શેરી રમતો જીવંત કરવા માટે શેરી રમતો યોજાઈ હતી.જેમાં સંગીત ખુરશી, કોથળા દોડ , લોટ ફૂંકેણી, લિબુ ચમચી, કિસ્મત ખેલ, મેમરી ટેસ્ટ, ટાર્ગેટ સહિતની અનેકવિધ શેરી રમતોમાં આહીર કર્મચારીઓના 100 વધુ ભૂલકાઓએ ભાગ લઈને નિર્દોષ આનંદ માણ્યો હતો.જેમાં વિજેતા થયેલા બાળકોને વિવિધ જાતના પુસ્કારો આપી પ્રોત્સાહિત કરાયા હતા.આ તકે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી બેન, મહંત પ્રભુદાસ, ચંદુભાઈ હુબલ, અમુભાઈ હુબલ, દેવદાનભાઈ ડાંગર, દેવાભાઈ અવાડીયા, રામભાઈ વારોતરિયા,નરસંગભાઈ હુબલ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ અજયભાઈ ડાંગર, મંત્રી માયુરભાઈ ગજીયા, ભાનુભાઈ બાલાસરા, દિનેશભાઇ હુબલ, સંજયભાઈ ડાંગર સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='43227,43228,43229,43230']