મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ મોરબીમાં રાષ્ટ્રીય સેવા યોજના એકમ (NSS) સક્રિયપણે ચાલી રહ્યું છે. આ એકમના સ્વયંસેવકો સલીમ કુંભાર અને ચેતન ધોરીયા સ્થાનિક કક્ષાએ પસંદ થઇ આજરોજ 11 ઓગસ્ટના પ્રીઆરડી કેમ્પની પસંદગી માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કક્ષાએ પસંદગી પામેલ છે. આ બંને સ્વયંસેવકો આગામી દિવસોમાં રાજ્ય કક્ષાની પસંદગી માટેના કેમ્પમાં ભાગ લેશે. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. રામ વારોતરીયા, પ્રોગ્રામ ઓફિસર ડૉ. અતુલ ધ્રુવ તથા કોલેજ પરિવારે તેમને અભિનંદન સાથે આગામી પસંદગી માટે શુભકામનાઓ પાઠવી હતી.