ગુજરાતના 5 મુખ્ય જિલ્લાઓમાં મોરબીનો સમાવેશમોરબી અપડેટ : ઇન્ડિયન નેશનલ યુથ કોંગ્રેસ દ્વારા દેશભરમાં શહેરી પ્રશ્નો અને સામાન્ય નાગરિકો તેમજ શ્રમિકોના બંધારણીય અધિકારોને વાચા આપવાના ઉદ્દેશ્ય સાથે ‘બહેતર સિટી: અર્બન પોલિટિક્સ કેમ્પેઈન’ (Better Cities Campaign) શરૂ કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત દેશના તમામ રાજ્યોમાંથી પસંદગીના મહાનગરો-જિલ્લાઓમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં ગુજરાતમાંથી પસંદ કરાયેલા 5 મુખ્ય જિલ્લાઓ (અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને મોરબી) માં મોરબીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.આ અભિયાન અંતર્ગત શહેરી વિસ્તારોમાં કાર્યરત ડિલિવરી બોય્ઝ, સફાઈ કર્મચારીઓ, લારી-ગલ્લા ધારકો તેમજ ઘરેલું કામદારો સહિતના શ્રમજીવી વર્ગના પ્રશ્નો, સમસ્યાઓ અને તેમના અધિકારોને પાયાના સ્તરે લઈ જઈ મોરબીના વિવિધ વોર્ડમાં વિસ્તૃત કાર્યક્રમો યોજવામાં આવશે.મોરબી જિલ્લામાં ‘બહેતર સિટી’ અભિયાનના સત્તાવાર લોન્ચિંગ અને રૂપરેખા અંગે વિસ્તૃત વિગતો આપવા માટે આગામી તારીખ 20/08/2026 ને ગુરુવારના રોજ સવારે 11:00 કલાકે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ (પ્રેસ કોન્ફરન્સ)નું આયોજન કરવામાં આવ્યું છે. #Morbi #MorbiUpdate #YouthCongress #IYC #BetterCitiesCampaign #MorbiCongress #PressConference #UrbanPolitics #UdayBhanuChib #MorbiNews #GujaratNews