પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજુર થયેલી ૬૮૦ પૈકી નિર્માણ થયેલી ૪૯૦ આવાસો લાભાર્થીઓને સોંપાશે મોરબી: મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૬૮૦ આવાસો બનાવવાની મંજૂરી મળી હતી. જેમાંથી ૪૯૦ આવાસો તૈયાર થઈ ગયા છે. આ તૈયાર થઈ ગયેલા આવસોનો આવતી કાલે સોમવારે ડ્રો થશે. ડ્રો બાદ લાભાર્થીઓને આવસો આપવામાં આવશે. મોરબીમાં ગરીબ લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નગરપાલિકા દ્વારા આવાસો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં આવાસો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૦૨૨ સુધીમાં રૂ. ૬૭.૭૭ કરોડના ખર્ચે ૧૬૦૦ આવાસો બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.જેમાંથી શનાળા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ પાસે ૬૮૦ આવાસો બનાવવાની મંજૂરી મળી છે. આ ૬૮૦ આવાસો માંથી ૪૯૦ આવાસો તૈયાર થઈ ગયા છે. નગરપાલિકા દ્વારા આવતીકાલે સોમવારે તૈયાર થઈ ગયેલા ૪૯૦ આવાસોનો ડ્રો કરવામાં આવશે. ડ્રો બાદ લાભાર્થીઓને આ આવાસો સોંપવામાં આવશે.