મોરબી : સંસ્કૃતિને ઉજાગર કરતી શિક્ષણ પધ્ધતિ અપનાવતી શ્રી સરસ્વતી શિશુ મંદિર-મોરબી વિદ્યાર્થીઓનું માનસ રાષ્ટ્રવાદ,આધ્યાત્મિકતા અને સંસ્કૃતિ પ્રત્યે વિકાસ પામે એવા અથાક પ્રયત્નો કરે છે. ત્યારે તેમાંથી પ્રેરણા લઈ તેમા અભ્યાસ કરતા જીલરીયા ઓમ રમેશભાઈ રાષ્ટ્રભક્તિ અને સંસ્કૃતિને જ પોતાનો જીવનનો એક ભાગ બનાવી લીધો હોય તેમ આ વખતે પોતાના જન્મદિવસની ઉજવણી લોકોને ઘરે-ઘરે જઈ 200 તુલસીના છોડ આપીને પ્રેરણાદાયી રીતે કરી છે. આ તકે શ્રી સરસ્વતી શિશુ મંદિર-મોરબી દ્વારા તેમના વિદ્યાર્થી ઓમ રમેશભાઈ જીલરીયાને પ્રેરણાસ્ત્રોત તરીકે અભિનંદન સહ શુભકામના પાઠવવામાં આવી છે.