મોરબી : મોરબીના ધોળેશ્વર રોડ પર આવેલા શાંતિવન આશ્રમમાં સદગુરુદેવ કેશવાનંદ બાપુની 20મી પુણ્યતિથિ નિમિત્તે આગામી તા. 11 ડિસેમ્બરના રોજ સવારે 7 કલાકે ગુરૂયાગ, બપોરે 11 કલાકે મહાપ્રસાદ, સાંજે સત્યનારાયણ ભગવાનની કથા તથા રાત્રે 10 કલાકે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે તમામ કાર્યક્રમો તથા સંત દર્શનનો લાભ લેવા માટે શાંતિવન આશ્રમ દ્વારા સેવક ગણને આમંત્રણ આપવામાં આવ્યું છે.